• કાઠીયાવાડી તથા મારવાડી બ્રીડર એસોસિએશન બ્રીડવાઈઝ જુદા હોવા જોઈએ.અને બંને પ્રજાતિ ના અશ્વો ના વિકાસ ની પ્રવૃત્તિ અલગ કરવી જોઈએ.
 • કાઠીયાવાડી તથા મારવાડી બ્રીડર એસોસિએશન ના હેડક્વાર્ટર જે તે અશ્વ ના વિસ્તાર માં હોવા જોઈએ.કાઠીયાવાડી પ્રજાતિ ના અશ્વો નું હેડ ક્વાર્ટર રાજકોટ જીલ્લા માં રાખવું જોઈએ.

શ્રી ગુજરાત કાઠીયાવાડી અને મારવાડી અશ્વપાલક સહકારી મંડળી લી-ગોંડલ છેલ્લા ૩૫ વર્ષ થી વધારે સમય થી કાઠીયાવાડી અશ્વ ના સંવર્ધન અને વિકાસ માટે નીચે મુજબ ની પ્રવૃતિઓ કરેછે અને આગામી વર્ષોમાં નીચે મુજબ ની પ્રવૃતિઓ કરશે.

 • સર્વ પ્રથમ અશ્વ રજીસ્ટ્રેશન કાર્યક્રમ પુરો કરીશું તથા સાથો સાથ અશ્વ પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ અને મોટા બ્રીડરોને એસોસિએશન માં મેમ્બરશીપ વધારશું.
 • કાઠીયાવાડી અશ્વ ગુજરાત બહાર જાય અથવા બહાર થી ગુજરાત માં આવે તેની નોંધ લેવી.ગુજરાત બહાર જતા કાઠીયાવાડી અશ્વો ને બ્રીડર એસોસિએશન ના સર્ટીફીકેટ ની જરૂરિયાત રાખવી જોઈએ.
 • ગુજરાત બહાર ના લોકો કાઠીયાવાડી અશ્વ ખરીદે ત્યારે તેઓ બ્રીડર એસોસિએશન મારફત જ કાઠીયાવાડી અશ્વ ખરીદે તેવી વ્યવસ્થા ગોઠવવી.
 • કાઠીયાવાડી અશ્વ ની સારવાર માટે તથા પ્રેગનન્સી ટેસ્ટ માટે મોબાઈલ પશુ દવાખાના ની સુવિધા શરુ કરવી.
 • વિવિધ નાની મોટી સ્પર્ધાઓ નું આયોજન કરવું અને લોકોને અશ્વ રાખવા માટે પ્રોત્સાહિત કરવા.શાળા / કોલેજ માં વિદ્યાર્થીઓ ને ‘અશ્વ સવારી’ ની માહિતી આપવી અને સ્પર્ધાઓ નું આયોજન કરવું.
 • સ્કુલ-કોલેજ-યુનિવર્સીટીઓ માં તથા અન્ય જગ્યાએ રાયડીંગસ્કૂલો શરુ કરવી.
 • ગુજરાત સરકારની યુનિવર્સીટીઓ પાસે અશ્વ માવજત અને ટ્રેનીગ માટેના ડીપ્લોમાં કોર્ષ તૈયાર કરાવીને ગ્રામ્ય વિસ્તારના 10 ધોરણ પાસ વિદ્યાર્થીઓ માટે ખાસ સ્કોલરશીપ આપીને યુનિવર્સીટીઓ દ્વારા અમલ કરાવવો.
 • ખાનગી ધોરણે કાઠીયાવાડી વાલી અશ્વ સ્કીમનું આયોજન કરવું અને સૌરાષ્ટ્રના દરેક જિલ્લામાં એક સરકારી વાલી અશ્વ કેન્દ્ર તેમજ બે સરકાર માન્ય ખાનગી વાલી અશ્વ કેન્દ્ર શરુ કરવા માટેની રૂ. 1,00,000/- વાર્ષિક આપીને ખાનગી કાઠીયાવાડી વાલી અશ્વ કેન્દ્ર ચાલુ કરાવવા.
 • કાઠીયાવાડી વછેરા-વછેરી ઉછેરવા માટે પ્રચાર કરવો.
 • કાઠીયાવાડી અશ્વ ના જજીંગ સેમિનાર કરવા.
 • કાઠીયાવાડી અશ્વ શો ના આયોજન કરવા.
 • કાઠીયાવાડી અશ્વ નું વેચાણ થાય અથવા કાઠીયાવાડી અશ્વ ખરીદાય તેની નોંધ રાખવી.
 • બ્રીડરો ને શુધ્ધ કાઠીયાવાડી ઓલાદ ને પ્રજપ્તી મળે તે માટે ગુજરાત સરકાર ને કાઠીયાવાડી ‘વાલી અશ્વ’ સેન્ટર છે ત્યાં તે વાલી અશ્વ દ્વારા જ બ્રીડીંગ કરાવવા અશ્વપાલકો ને સમજાવવા બેઠકો-મીટીંગો ના આયોજન કરવા.અને બ્રીડર્સ એસોસિએશન ને સાથે રાખીને એક કમીટી નું આયોજન કરવું.
 • અશ્વ ટુરીઝમ નો પ્રચાર કરવો તથા દેશ વિદેશ ના લોકો ને આમંત્રિત કરવા.અશ્વ સફારી કરવા માટે ‘ગુજરાત ટુરીઝમ’ ની સાથે સંકલન કરી આયોજન કરવું.
 • અશ્વ સાથે ના સ્ટેચ્યુ બનાવનારા લોકો ને સારા કાઠીયાવાડી અશ્વ ના ફોટા તથા સ્પેશીમેન આપી સારા કાઠીયાવાડી અશ્વ ના સ્ટેચ્યુ બને તે માટે પ્રમાણિત કરવા.
 • જરૂરિયાત મુજબ અશ્વ ને ટ્રેઈનીંગ આપી ટ્રેઈન થયેલા અશ્વો ગુજરાત માં તથા ગુજરાત બહાર સપ્લાય કરવા.અન્ય રાજ્યો ની ‘માઉનટેડપોલીસ’ ને કાઠીયાવાડી અશ્વો રાખવા ભલામણ કરવી અને તેમને ખરીદી માટે આમંત્રણ આપવું તેમજ કાઠીયાવાડી અશ્વો ની ખાસિયતો માટે કાર્યશાળા યોજવાનું આયોજન કરવું.
 • નબળા નર અશ્વો ને ખસી કરીને રાયડીંગ ના ઉપયોગ માં લેવા માટે અશ્વપાલકોને સમજ આપવી.’ખસ્સી’ થયેલા કાઠીયાવાડી ‘નર’ અશ્વોને ‘રાયડીંગ અશ્વ’ તરીકે રજીસ્ટર કરી ને ‘અશ્વ સ્પર્ધા’માં ભાગ લેવા આમંત્રણ આપવું.
 • કાઠીયાવાડી અશ્વ ના ઇતિહાસ ને જાળવી રાખવો તથા ભૂતકાળ ના ઇતિહાસ ને રીસર્ચ કરી જીવંત રાખવો. ગુજરાત રાજ્ય પોલીસ અશ્વ દળ દ્વારા કાઠીયાવાડી અશ્વોની ખરીદી થાય તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ખાસ કાઠીયાવાડી અશ્વોનું જ પોલીસ દળ વિકસાવીને સૌરાષ્ટ્ર વિસ્તારના કાઠીયાવાડી અશ્વપાલકોના અશ્વોની ખરીદી થાય તે માટે પશુપાલન ખાતા દ્વારા રાજ્યસરકારના ગૃહ વિભાગને ખાસ ભલામણ જોઈએ.
 • ગુજરાત રાજ્ય સરકારના શિક્ષણ ખાતા દ્વારા કાઠીયાવાડી અશ્વો વિશેની સત્ય ઘટનાઓ જે સૌરાષ્ટ્રની રસધારા નામના ગ્રંથમાં જવેરચંદ મેઘાણી દ્વારા લખાયેલ ઘટનાઓનો ગુજરાતી વિષયની અંદર સમાવેશ કરવો જોઈએ। જેથી ભવિષ્યની ગુજરાતની પેઢીને કાઠીયાવાડી અશ્વોની ખાસીયત અને ઇતિહાસની ખાબેર રહે.